પોસ્ટ્સ

જાન્યુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કાગળ ઉપર તમારા વિચારો લાખો ...

  એક મજેદાર વિજ્ઞાન ની વાત ( મનોવિજ્ઞાન ) :   જો તમને ખરાબ( negative ) વિચારો આવે છે જે ના તો તમે કોઈને કહી શકો કે ના તો પોતાની અંદર વધુ રાખી શકો. તો શું કરવું ? તેની માટે એક કાગળ લેવાનું અને તેમાં તમારા બધા વિચારોને લખી લેવા. જો તમે આવું કરો છો , તો તમારા મન ને લાગશે કે તે વાત ક્યાંય લખાઈ ગઈ છે અને તેને હવે યાદ રાખવાની જરૂરત નથી. તેથી મન તે વિચારો ને ભૂલી જશે. આ રીતનો ઉપયોગ ટાઈમ મેનેજમેન્ડ માં પણ થાય છે. ટાઈમ મેનેજમેન્ડ માં એક બાજુ તમારો ટાઈમ લખેલો હોય છે ત્યારે બીજી બાજુ તમારું કામ લખેલું હોય છે. જેથી તમારું મન તે બધી વસ્તુ ને પોતાની અંદર ન નાખે , અને શાંતિથી પોતાનું કામ કરે.  આ ટ્રિક બહુ સરળ છે , એક વાર ટ્રાઈ તો કરો. નેગ્યું નો માણસ   (👈 અહીં ક્લિક કરો અને મારી મજેદાર અને original સ્ટોરી ને વાંચો. ) - Parmar Ronak    

શું છે Multiverse Universe Theory ?

              તમારી આજુ બાજુ જુવો. શું દેખાય છે તમારી આજુ બાજુ માં ? ક્યાં તમે બેઠા છો ? જો તમારી આજુ બાજુ માં કોઈ પણ એક વસ્તુ ન હોત , જે અત્યારે છે અથવા તે બીજી રીતે બીજી જગ્યાએ હોત તો , હોઈ શકે કે તમે અત્યારે આ વાંચતા ન હોત. જો તમે એ જગ્યાએ બેઠા ન હોત જ્યાં તમે અત્યારે બેઠા છો તો , હોઈ શકે છે કે તમારી પાસે અત્યારે આ મોબાઈલ ન હોત. એક વાર આ વાતને સમજો. જો તમારી આસ પાસ ની એ વસ્તુઓ ન હોત જે અત્યારે છે તો તમારું વર્તમાન બીજી હોત.               જો આ વાતને અલગ રીતે આપણે જોઈએ તો , જો તમને આ ' એક મજેદાર વિજ્ઞાન ની વાત ' વાંચવા માટે મળ્યું જ ન હોત તો તમારું ભવિષ્ય બીજું હોત ! પણ અત્યારે તમે આ વાંચો છો એટલે કે હવે તમારું એ ભવિષ્ય છે જે તમે હવે જોશો. પણ એનું મતલબ એ નથી કે જે મેં પહેલા કહ્યું તે સાચું નથી. તે બીજા કોઈ બ્રહ્માંડમાં તમારી જ સાથે થશે. એટલે કે તમારી અલગ અલગ વાસ્તવિકતા અલગ અલગ બ્રહ્માંડ માં છે ( Multiverse Universe Theory ) . આ વાત ને સમજવું જેટલું અઘરું છે તેનાથી પણ વધારે અઘરું આ વાતને માનવું છે.     ...