ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ
જય શ્રી કૃષ્ણ મિત્રો , જ્યારે તમે Leonardo da Vinci વિશે જાણો , તો તમને જાણવા મળશે કે તેઓ કોઈ પણ કામ કરતા તો, તેમાં જ ખોવાઈ જતા ! આ કામમાં ખોવાઈ જવાની સ્થિતિ ને Focus કહેવાય છે. કહેવામાં આવે છે કે Leonardo da Vinci એ તેમનું પ્રખ્યાત ચિત્ર ' મોનાલીસા ( Mona Lisa ) ' ઉપર લગભગ 13 વર્ષ સુધી કામ કર્યું. તો તમે વિચારી જ શકો છો કે તેમણે મોનાલીસા ઉપર કેટલું ધ્યાન લગાવ્યું હશે. તેથી જ મોનાલીસા આટલી સુંદર બની છે. Leonardo da Vinci એકદમ Focus થઈને મોનાલીસા ઉપર કામ કરતા હતા. જો Leonardo da Vinci ને ' ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ( the power of focus ) વિશે જાણ જ ન હોત તો , તેઓ મોનાલીસાને બનાવી જ ન શકતા. તો તમે જોઈ શકો છે કે Focus કેટલું જરૂરી છે ! તેથી આજે આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે આપણે આ Focus નામની શક્તિનો ઉપયોગ કરીએ. શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ ) ● શું મતલબ છે Focus નો ? સરળ ભાષામાં Focus નું મતલબ થયા છે કે - અનેક વસ્તુઓ અને વાતુઓ ઉપરથી મન હટાડીને કોઈ એક વસ્...