શું છે Multiverse Universe Theory ?

              તમારી આજુ બાજુ જુવો. શું દેખાય છે તમારી આજુ બાજુ માં ? ક્યાં તમે બેઠા છો ? જો તમારી આજુ બાજુ માં કોઈ પણ એક વસ્તુ ન હોત , જે અત્યારે છે અથવા તે બીજી રીતે બીજી જગ્યાએ હોત તો , હોઈ શકે કે તમે અત્યારે આ વાંચતા ન હોત. જો તમે એ જગ્યાએ બેઠા ન હોત જ્યાં તમે અત્યારે બેઠા છો તો , હોઈ શકે છે કે તમારી પાસે અત્યારે આ મોબાઈલ ન હોત. એક વાર આ વાતને સમજો. જો તમારી આસ પાસ ની એ વસ્તુઓ ન હોત જે અત્યારે છે તો તમારું વર્તમાન બીજી હોત. 

             જો આ વાતને અલગ રીતે આપણે જોઈએ તો , જો તમને આ ' એક મજેદાર વિજ્ઞાન ની વાત ' વાંચવા માટે મળ્યું જ ન હોત તો તમારું ભવિષ્ય બીજું હોત ! પણ અત્યારે તમે આ વાંચો છો એટલે કે હવે તમારું એ ભવિષ્ય છે જે તમે હવે જોશો. પણ એનું મતલબ એ નથી કે જે મેં પહેલા કહ્યું તે સાચું નથી. તે બીજા કોઈ બ્રહ્માંડમાં તમારી જ સાથે થશે. એટલે કે તમારી અલગ અલગ વાસ્તવિકતા અલગ અલગ બ્રહ્માંડ માં છે ( Multiverse Universe Theory ) . આ વાત ને સમજવું જેટલું અઘરું છે તેનાથી પણ વધારે અઘરું આ વાતને માનવું છે.

            આ જ Theory ઉપર છે ,  મારુ ebook ' નેગ્યું નો માણસ ' . 

           પ્રિન્સ પટેલ પૃથ્વીના પેરેલલ દુનિયા ની પૃથ્વી નેગ્યું માં રહે છે . ત્યાં તેને તેના દાદાએ બનાવેલી સમય યાત્રાની ઘડિયાળ મળે છે . તેના દાદા ભૂતકાળ માં થયેલી એક ભૂલને કારણે તે ઘડિયાળ બનાવી હતી . પણ કંઈક કારણ ને લીધે તે તે ભૂલને બદલી ન શક્યો . જ્યારે પ્રિન્સ ને તે ઘડિયાળ મળે છે ત્યારે તે તેના દાદાએ કરેલી ભૂલને બદલે છે . પણ તે એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે . કે તેનું વર્તમાન એકદમ બદલાઈ ગયું છે અને આ વર્તમાન એકદમ ખરાબ છે તો હવે પ્રિન્સ શું કરશે ? શુ તે હવે હાર માની જશે કે ફરી એક વાર ઘડિયાળ બનાવશે ? ? ? ? ? 

            આ એક sci-fi સ્ટોરી છે. જે મેં બહુ મહેનત થી બનાવી છે. આ સ્ટોરી Matrubharti app માં લખેલી છે અને આગર પણ હજુ આના Chapters આવવાના છે. 

નેગ્યું નો માણસ  (👈 અહીં ક્લિક કરો અને મારી મજેદાર અને original સ્ટોરી ને વાંચો. )


- Parmar Roank 

 


આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ

વસ્તુ જે છે નાની પણ તેના પરિણામો બહુ મોટા છે.