વસ્તુ જે છે નાની પણ તેના પરિણામો બહુ મોટા છે.
જય શ્રી કૃષ્ણ મિત્રો , આપણી દુનિયામાં ઘણીબધી મહત્વની વસ્તુઓ છે. પણ આપણે માત્ર મોટી વાતુને કે વસ્તુઓને જ વધુ મહત્વ આપીએ છીએ. proton અને neutron એ સૌથી સારા ઉદાહરણ છે. કહેવામાં આવે છે કે ભગવાને proton અને neutron ક્યાં કારણે બનાવીય , કારણ કે આપણે સમજી શકીએ કે નાની નાની વસ્તુ થી જ મોટી વસ્તુ બને છે. જો proton અને neutron ન હોત તો આ ભહ્માંડ બનતું ? નહીં . તો આજ આપણે આવી જ 5 વાતુની કે વસ્તુ ઓ ની ચર્ચા કરશુ જે શરૂઆતમાં લાગે નાની પણ ભવિષ્યમાં તેના થી મોટી પ્રોબ્લેમ થઈ શકે છે. તેથી તેમાં આજથી જ સુધારો કરવાનું સારું કરી લો.
શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ )
(5) Habit *આદતો*
હું તમને બે વિકલ્પ આપું તો તમે કયો વિકલ્પ લેશો ?Best movie જોવાનો કે Best book વાંચવાનો. તો તમે કયો વિકલ્પ લેશો ?
ઘણી વાર આપણે નાની નાની આદતોને મહત્વ આપતા નથી. પણ તે આગળ જતાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. જેમ કે રાજુલે ગઈ કાલે પાણીપુરી ખાય હતી. અને તે આજ પણ પાણીપુરી ખાય છે અને તે આવતી કાલે પણ પાણીપુરી ખસે તો તેણી તબિયત થોડા દિવસોમાં બગડી જશે.આ માત્ર એક ઉદાહરણ હતું પણ ભારત માં આવા કેસ કઈ ઓછા નથી અને ઘણી વાર તો દર્દીનું મૂર્તયું પણ થાય છે.
આદતો ધીરેધીરે લાગુ પડે છે. માની લો કે રાહુલ ગઈ કાલે સિગરેટ પીવે છે અને તે આજ સવારે ઉઠીને જુવે છે કે તેને કેન્સર છે. તો રાહુલ કે કોઈ પણ બીજો વ્યક્તિ કેદી પણ સિગારેટ પીશે ? નહીં ને ! તેથી આપણે આપણી નાની નાની આદતો ઉપર ધ્યાન દેવું જોઈએ. અને આમાં તમારી મદદ કરશે Kaizen.
Kaizen (કાઈઝન) એક જાપાની શબ્દ છે જેનું મતલબ થાય છે , સારો બદલાવ. જો તમે self-help books કે videos જોતા કે વાંચતા હો તો તમે આ વિશે ખબર જ હશો. કાઈઝન એક સૂત્ર (formula) છે. જે તમને નવી નવી આદતો બનાવવામાં મદદ કરશે . કાઈઝનનો સૂત્ર કહે છે કે તમે નાની નાની શરૂઆત કરો.જેમ કે તમે ઉઠો તેના થી તમે માત્ર અડધી જ કલાક વહેલા ઉઠીને (સમયમાં) આગળ વધો , સવારે ઉઠીને ચાલવા જાઓ , ઉઠીને તમારો Bad સરખો કરો , રાત્રે સુવાની પહેલા નાહવા જાવ , વગેરે. કાઈઝન નો ઉપયોગ તમે ગમે ત્યાં (શરૂઆત માટે) કરી શકો છો.
(4) Eating * ખાવું*
આયુર્વેદમાં કહેલું છે કે ' તમારા જીવનની 50% પ્રોબ્લેમનું મુખ્ય કારણ હોય છે તમારું પેટ (અથવા તમે ખાધેલો ખોરાક). આનું મતલબ આવી રીતે સમજો કે જો તમે આજે જે કઈ ખાધું છે તે સારી રીતે પચતું નથી. તેનું કારણ જે તમે આના પહેલા ખાધું હોય તે છે (Junk food). તો હવે તમારું મિજાજ (mood) સરખું નથી. તેની અસર જે તમે અત્યારે કામ કરો છો તેમાં પડશે . અને જો તમારો મિજાજ જલ્દીથી સારો ન થયો તો તમને જલ્દીથી ગુસ્સો આવી શકવા છે.આ બધી વાત થી તમને પ્રોબ્લેમ શરૂ થશે.
જો તમે junk food જ ખાઓ તો તમને (શારીરિક રીતે પણ ) ઘણીબધી પ્રોબ્લેમ થી શકે છે.જો કે આજના યુગમાં આ વાતને મહત્વ આપવામાં આવે તો છે પણ ક્યારેક આપણે આ વાતને ભૂલી જઈએ છીએ.પ્રોબ્લેમ તે નથી કે તેમે junk food ખશું . પણ પ્રોબ્લેમ તે છે કે તમે તે junk food દરરોજ ખાઓ છો.જો આપણે કાઈઝન ની રીતે ડાયટિંગ (dieting) નું વિચારીએ તો તેનો જવાબ એ આ મળે કે, તમે જમવામાં વધુ સલાટ લો.
(3) Sleeping *ઊંઘવું*
શુ તમને ખબર છે કે તમે કેટલા વાગ્યા સુવો છો અને કેટલા વાગ્યા સૂઈને જાગો છો ?
આજ કાલની ભાગદોડ વાળી દુનિયામાં આપણે ભગવાનને ખરીયાદ કરીએ છીએ કે તેમને 24 કલાક જ શા માટે બામાવીય ? તેનાથી વધુ શામાટે નહીં ? પણ આપણે આ બધી વાતમાં ઊંઘ(Sleep)ને ભુલી જ જઈએ છીએ.આપણા માટે જેટલું કામ મહત્વનું છે તેટલું જ આરામ મહત્વનું છે. સામાન્ય માણસ ને કુલ 8 કલાકની ઊંઘ લેવી કોઈએ.પણ જ્યારે આપણને વધુ કામ હોય છે તો આપણે ઓછી ઊંઘ લઈએ છીએ અને જ્યારે રજા હોય ત્યારે આપણે(જરૂરત થી) વધુ ઊંઘ લઈએ છીએ.આ કારણ થી તેઓ ક્યારેય પણ સવારની સારી શરૂઆત નથી કરી શકતા.
ઓછી ઊંઘથી તમે કોઈ પણ વાત ઉપર ફોકસ નહીં કરી શકશો , તમે વધુ આળસુ થઈ જશો , તમારા માટે શું સારું અને શું ખરાબ તે નક્કી નહીં કરી શકો , તમારો વજન વધશે , તમારું કામ બગડશે વગેરે ...અને આ જ પ્રોબ્લેમ તે લોકોને પણ થાય છે જે લોકો વધુ ઊંઘ લઇ છે.
આપણા બધાના શરીરમાં એક શારીરિક (biological) clock હોય છે જેનું નામ છે , circadian rhythm . આપણા પૂર્વજો માટે આ શારીરિક clock બહુ કામની હતી , કારણ કે આ clock ને જ કારણે તેઓ સમયે ઉઠતા અને સમયે જ સુતા . પણ આજ કાલ આ clock નો આપણે ઉપયોગ નથી કરતા . કારણ , આપણું જ્યારે મન થાય ત્યારે સૂવું અને જ્યારે મન થાય ત્યારે જાગવું.પણ 21 દિવસ થી પણ ઓછા દિવસ જો તમે સમયે સુવો અને સમયે જાગો તો આ શારીરિક clock તમને અપનાવી લેશે . અને પછી તમે પોતાના દિવસને પહેલા કરતા સારી રીતે જીવી શકશો.
(2) present moment *વર્તમાનકાળ*
તમે અત્યારે ક્યાં કાળમાં જીવી રહ્યા છો ?
આ પ્રશ્ન એટલાં માટે કે આપણે ઘણી વાર ભૂતકાળમાં , નહીં તો ભવિષ્યકાળમાં જીવીએ છીએ . અને તે કેવી રીતે તે તમે જાણો જ છો.
તમારા આજુ બાજુના માણસોને જુઓ તે શુ આ ક્ષણમાં છે ? શુ તમે આ ક્ષણ માં છો ? કદાચ નહીં . પણ તે ભૂતકાળના વિચારો કરતા અને તે ભવિષ્યના વિચારો કરતા આ વર્તમાન વધુ મહત્વ નું છે . આપણને વર્તમાન કેટલું મહત્વની છે તે ત્યારે જ સમજાશે કે જ્યારે તમે તે ક્ષણને ખુલીને જીવશો.
Mindfulness meditation એક એવી રીતે છે જે તમને શીખવે છે વર્તમાન માં જીવવાનું. સૌ પહેલા તો તમે તમારી આંખ બંધ કરીને એકદમ શાંત થઈ જાવ. થોડી વાર લાંબી શ્વાસ લો અને પછી છોડો. અને પછી આંખો ખોલો અને તમારા સામે જે કાંઈ દેખાય છે તેને ધ્યાનથી જુઓ. તમે જે કાઈ કામ કરો તેમાં જ તમારું સંપૂર્ણ ધ્યાન રાખો . આ રીતે તમે વર્તમાનને સારી રીતે અને આનંદ થી જીવી શકશો .
(1) Your thinking *તમારા વિચારો*
તમે આ દુનિયા વિશે શુ વિચારો છો અને તમે તમારા વિશે શું વિચારો છો ?
તમારા વિચારો જ તમને બનાવે છે અને તમારા જ વિચારો તમને બગાડે છે.તમે જે કઈ કામ કરો તેનું સૌથી પહેલો કદમ હોય છે તે કામને વિચારવું .પણ પ્રશ્ન તે છે કે તેમે કેવી રીતે વિચારો છો ! આ વાત આપણને એટલી નાની લાગે છે કે ક્યારેય આપણે આ વિશે વિચારતા જ નથી. પણ આ જ શરૂઆત છે. બધા કામ પહેલા તમારા મનમાં થાય છે અને પછી તમે તેણે વાસ્તવમાં કરો છો.
માની લો કે તમે માળી છો અને તમારા પાસે એક બગીચો છે . હવે આ બગીચાને સુંદર રાખવાની જીમેદારી તમારી છે. આ બગીચામાં શું વાવવાનું છે , ક્યારે પાણી પાવવું છે વગેરે . આ બધું તમારે કરવાનું છે.
આ એક ઉદાહરણ હતું . આમાં બગીચો તમારું મન છે અને તેમાં સારા અને કામના વિચારો નાખવાની જીમેદારી તમારી છે. જો તમે આ મન રૂપી બગીચાને સુંદર રાખશો નહીં તો તે જંગલ બની શકે છે.આ બધું તમારા હાથમાં છે. હવે તે જ પ્રશ્ન પાછો કે તમારે Best movie જોવી છે કે Best book વાંચવી છે !