The Alchemist
આજની પુસ્તક છે : The Alchemist ( ભાષા ઉપર ક્લિક કરો અને પુસ્તક મેળવો )
શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ )
●કિંમત : English : ₹ 350.00 {172 pages}
Hindi : ₹ 195.00
ગુજરાતી : ₹ 160.00
●લેખક કોન છે ? : Paulo Coelho
●Achievement (સિદ્ધિઓ) : Timeless best sellers books & ગુજરાતી બેસ્ટસેલર
●summary of this book : Santiago નામનો એક ભરવાડ . રાત્રે પોતાના ઘેટાની સાથે તે એક ચર્ચમાં રાત્રી રોકાણો.તે પોતાના ઘેટાંઓને એક બાજુ સારી રીતે રાખીને તે એક અંજીરના વૃક્ષની નીચે સુઈ ગયો. ત્યારે તેને એક સ્વપ્ન આવ્યુ. તેને જોયું કે એક નાની છોકરી તેના ઘેટાં સાથે રમતી હતી કે ત્યારે તે છોકરી તેના હાથ પકડીને તેને ઇજિપ્તના પીરામીટો પાસે લઈ ગઈ અને ઈશારો કરીને કહ્યું કે " અયાં ખજાનો છે !" તે છોકરો તે ઇશારાની સામે જુવે તે પહેલાં જ તેનું સ્વપ્ન તૂટી જાય છે. આ જ સ્વપ્ન તેને પહેલા પણ આવ્યુ હતુ.પણ તેને આ સ્વપ્નનો અર્થ જાણવો હતો . તેથી સવાર થતા તે એક મહિલા પાસે પહોંચી ગયો. તે મહિલા 'સ્વપ્નોનો અર્થ 'કહેતી હતી. તે છોકરાએ તે મહિલાને પોતાની મનની બધી વાત કહી દીધી.બધું સાંભરી ને તે માહિલાએ એક શરત મૂકતા કહીયું કે : " હું અત્યારે તારી પાસે થી પૈસા નહીં લવ પણ જ્યારે તને તે ખજાનો મળે તો તેમાંથી તું મને તે ખજાનાનો 10મો ભાગ દેજે."આ વાત સાંભરીને છોકરો ખુશ થઈ ગયો અને તેમે 'હા' પાડી દીધી. પછી આગળ તે મહિલા બોલી કે :" તેને ઇજિપ્ત જઈને જ જાણવું જોઈએ કે ત્યાં ખજાનો છે કે નહીં..."તે છોકરાને આ જવાબ ગમ્યો નહીં તેથી તે તે મહિલાના ઘરથી કઈ કહ્યા વગર જ ગુસ્સામાં બારે ચાઈલો ગયો . બપોર થઈ ગઈ હતી , તે છોકરાને પોતાના ઘેટાં તેના એક મિત્રના ઘરે રાખીઆ હતા.તે ગામના ચોકમાં બેઢો હતો કે ત્યારે તેની બાજુમાં એક વૃદ્ધ વ્યક્તિ આવીને બેસી ગયો. તે વૃદ્ધ સાલેમાનનો રાજા હતો. તે રાજા તે પેલા છોકરા વિશે બધું જાણતો હતો .આ વાત જ્યારે તે છોકરાને ખબર પડી ત્યારે તેને આશ્ચર્ય થયું. તે રાજાએ તેમ પણ કહ્યું કે તે તેના સ્વપ્નનો અર્થ કહી શકે છે પણ એક શરત છે કે તે છોકરાએ તેના બધા ઘેટાં તે રાજાને આપવા પડશે.બીજા દિવસે શરત પ્રમાણે તે છોકરાએ તેના બધા ઘેટાં તે રાજાને આપી દીધા.તે રાજાએ કહ્યું કે :"આ તારી નિયતિ છે અને તને આને પામવું જ પડશે. "ત્યાર બાદ તે રાજા એ બે રત્ન આપીઆ અને થોડા પૈસા પણ આપીઆ.અને તે રાજા આ પછી પોતાના રસ્તે ચાઈલો ગયો. તે પૈસાથી તે છોકરી આફ્રિકા પહોચ્યો. પણ ત્યાં તેના પૈસા કોઈ ચોરે ચોરી લીધા.આ વાતથી તે છોકરો હારી ગયો. તે જમીન ઉપર પડી ગયો .પછી તેને તે પેલા રાજાની વાતું યાદ આવી અને તે ફરીથી પોતાનો સફર સારું કર્યો.આગર જતા ને એક વાતની જાણ થઈ કે અયાં થઈ ઇજિપ્ત ઘણું આઘુ છે.તેથી તેને થોડા પૈસાની જરૂરત પડશે.થોડી વાર ચાલતા ચાલતા તેને એક 'કાચના વાસણો'ની દુકાન દેખાની અને ત્યાં તેને એક વર્ષ સુધી કામ કરવાનું નક્કી કારીયું . એક વર્ષ પછી તેની પાસે એટલા પૈસા આવિગ્યા હતા કે તે પોતાનો સફર ફરીથી શરૂ કરે. તેને જાણ થઈ કે એક જૂથ ઇજિપ્ત સુધી જય છે .તેથી તે છોકરો તે જૂથ સાથે જોડાઈ ગયો.ત્યાં તેને એક મિત્ર મળ્યો.તે એક 'કિમીયાગર( Alchemist)'ની શોધમાં હતો [ Alchemist એટલે કે એવો વ્યક્તિ જે કોઈ પણ ધાતુને સોનામાં બદલી શકે. અને Alchemistને ગુજરાતી માં 'કિમીયાગર' કહેવાય છે].તે જૂથ આગર વધતું જ હતું કે ત્યારે એક સમચાર તેમને મળ્યા કે બે રણદ્વીપ વચ્ચે યુદ્ધ ચાલે છે.તેથી તે જૂથ એક મોટા સુરક્ષીત રણદ્વીપ માં રોકાનું.ઘણા મહિનાઓ પછી પણ તે યુદ્ધ બંધ થયું નહીં. ઘણા લોકો ત્યાંથી ચાઇલ જાવા માંગતા હતા. પણ તે છોકરો નહીં કારણકે તેને અયાં તેની પ્રેમિકા 'ફાતિમા' મળી ગઈ હતી.તે છોકરો તેને તેના જીવનની બધી વાતો કરતો.અને ફાતિમા પણ તેને બધી વાતો કરતી.તે પહેલાં મિત્રને પણ કિમીયાગર મળી ગયો હતો. એક દિવસે તે કિમીયાગરની મુલાકાત તે છોકરાથી થઈ અને તે કિમીયાગરે કહ્યું કે"હું તારી મદદ કરવા અયાં આવીયો છું." પણ તે છોકરો ફાતિમા ને છોડીને જાવા માંગતી નહોતો. પણ તેને પોતાની નિયતી ને પણ જોતી હતી .આખરે તેને પોતાનો સફર કિમીયાગરની સાથે આગર વધારીઓ. બહુ મુશ્કેલીઓ પછી તે છોકરો આખરે ઇજિપ્તના પીરામીટો પાસે પહુચ્યો.ત્યારે તે પહેલો કિમીયાગર ત્યાંથી ચાઈલો ગયો હતો. કારણ કે આગર નો સફર તે છોકરાને એકલો પામવાનો હતો.તે છોકરાએ ઘણી મહેનત કરી પણ તેને તેનો ખજાનો ન મળ્યો. આખરે તેને ત્યાં એક વ્યક્તિ મળ્યો તો તે છોકરો એ તેને પોતાના સ્વપ્ન વિશે વાત કરી. ત્યારે તે વ્યક્તિ બોલ્યો " મને પણ આવું જ સ્વપ્ન આવીયુ હતું કે એક અંજીરના વૃક્ષ ની નીચે ખજાનો છે "આ કહીને તે વ્યક્તિ ચાઈલો ગયો.ત્યારે તે છોકરો તે પહેલાં અંજીરના વૃક્ષ ની જગ્યાએ પહોંચ્યો અને ત્યાં તેને ખજાનો મળ્યો .
● આ બૂકથી શુ શીખવા મળે ? : તમને આ બુકમાથી જાણવા મળશે કે કેવી રીતે આપણે આપણાં સ્વપ્નને પામવા , કેેવી રીતે મુસીબતો થી લડવુ , કેેવી રીતે જીવનમાં શીખતુ રહેવુ.
●મારો આ બુક પ્રત્યેય નો વિચાર : જો તમને Novels ગમતી હોય તો તમને આ બુક જરૂર વાંચવી જોઈએ. આ બુકથી ઘણું બધુ શીખવા મળે છે.કે પછી તમે હજુ બુક વાંચવાનું શરૂ જ કર્યું છે તો આ બહુ સારી સ્ટોરી છે જે એકદમ સરળ રીતે Paulo Coelho એ કહી છે.જે તમને અલગ અલગ સમયમાં અલગ અલગ શીખવશે.
યાદ રાખજો કે બધી પુસ્તકો વાંચવા માટે હોતી નથી .પણ જે વાંચવા માટેની હોય છે તેને વાંચવી જોઈએ.
Thank you...
- Parmar Ronak