નવું શીખવું
જય શ્રી કૃષ્ણ , મિત્રો. લોકડાઉન ખુલવાની સાથે આપણે સતત કામ કરીએ છીએ. આ સતત કામ કાજ માં આપણે એ વાતની ખબર જ નથી પડતી કે ક્યારે સવાર થઈ અને ક્યારે રાત ! આ સતત કામ માં આપણે નવું શીખવાનું જ ભૂલી જઈએ છીએ. જો આપણે નવું શીખશું જ નહીં તો આજનો દિવસ પણ પહેલાના દિવસો જેવો જ ખરાબ જશે. જો આ વાતને હું બીજી રીતે કહું તો નવું શીખવાથી બધા દિવસોનું મહત્વ અલગ બની જાય છે. પણ વાત ત્યાં આવીને અટકી જાય છે કે ' આપણે એ વાતની ખબર જ નથી કે આપણે શું ખબર નથી ! ' . તેથી હું આજે તમને આ બ્લોગ દ્વારા જણાવીશ કે હું કેવી રીતે દરરોજ નવું શીખું છું અને દરરોજના દિવસને ગયા દિવસ કરતા બેસ્ટ બનવું છું.
શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ )
● 1 : બુક વાંચવી
Warren Buffett નું કહેવાનું છે કે " the more you learn the more you earn " એટલે કે તમે જેટલું નવું શીખશો તેટતું જ તમે ( પૈસા ) કમાશો. આ વાક્યથી જાણવા મળે છે કે જો તમારે અમીર બનવું હોય તો તમારે પહેલા નવું નવું શોખતું રહેવું જોઈએ.
તમે ગમે તે મહાન વ્યક્તિ ને જોવ તે બુક વાંચવાની સલાહ જરૂર આપશે. ભલે તે ( my favourite ) Elon Musk હોય કે Bill Gates , કે પછી Steve Jobs કે પછી કોઈ પણ ઉંચા દરજાનો વ્યક્તિ , ગમે તે ક્ષેત્રનો હોય . તે વ્યક્તિ બુક વાંચવાની સલાહ જરૂર આપશે. હું પોતે પણ બુક્સ વાંચું છું. હું એક school student છું , મારા સ્કૂલ અને ટ્યુશન ના વચ્ચે મને પણ બુક વાંચવાનો સમય મળતો નથી. છતાં પણ હું સવારમાં ઓછામાં ઓછા 5 પેજ તો વાંચું છું. જેથી મારા દિવસની શરૂઆત સારી થાય છે. જો તમે હજુ સુધી એક પણ બુક વાંચી નથી તો તમે રોબિન શર્માની બુક ' The Monk Who Sold His Ferrari ' વાંચી શકો છો. આ બુક ખરેખરમાં બહુ સારી છે. આના સિવાય - Elon Musk biography by Ashlee vance , Alchemist , attitude is everything , સૌરાષ્ટ્ર ની રસધારા વગેરે બુક વાંચી શકો છો.
આના સિવાય જો તમને એક ગજબ ની science fiction book વાંચવી હોય તો તે હાજર છે ' Matrubharti ' App માં. તમે આ બુક ને ફ્રીમાં શકો છો. આ બુક નું નામ છે ' નેગ્યું નો માણસ '. જે એક time travel સ્ટોરી છે.
પ્રિન્સ પટેલ પૃથ્વીના પેરેલલ દુનિયા ની પૃથ્વી નેગ્યું માં રહે છે . ત્યાં તેને તેના દાદાએ બનાવેલી સમય યાત્રાની ઘડિયાળ મળે છે . તેના દાદા ભૂતકાળ માં થયેલી એક ભૂલને કારણે તે ઘડિયાળ બનાવી હતી . પણ કંઈક કારણ ને લીધે તે તે ભૂલને બદલી ન શક્યો . જ્યારે પ્રિન્સ ને તે ઘડિયાળ મળે છે ત્યારે તે તેના દાદાએ કરેલી ભૂલને બદલે છે . પણ તે એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે . કે તેનું વર્તમાન એકદમ બદલાઈ ગયું છે અને આ વર્તમાન એકદમ ખરાબ છે તો હવે પ્રિન્સ શું કરશે ? શુ તે હવે હાર માની જશે કે ફરી એક વાર ઘડિયાળ બનાવશે ? ? ? ? ?
આ સ્ટોરી ને બહુ સારું response મળ્યું છે. તેથી તમે આ બૂકને જરૂર વાંચો. ( નેગ્યું નો માણસ 👈 અહીં ક્લિક કરો અને વાંચો એક અમેઝિંગ બુક by પરમાર રોનક )
---------------------------------------------------------------------
પહેલો પોઇન્ટ હાડ કોપીની બૂકો અથવા E-books માટેનો હતો. જ્યારે આ પોઇન્ટ પણ બૂક નો જ છે , પણ આ પોઇન્ટમાં હું વાત કરું છું Book summary videos અને Audiobook ની. Youtube માં ઘણા એવા videos છે જે તમારો સમય બરબાદ કરશે જ્યારે બીજી બાજુ ઘણા એવા પણ videos છે તે તમને કઈક નવું શીખવશે. YouTube channel જેમ કે GIGL , SEEKEN , YEBOOK , LIFE GYAN વગેરે...
આના સિવાય જો તમને મારી જેમ space science રસ હોય તો તેની માટે Ankush TV , getsetfly science , scientific minds વગેરે...
અથવા તો તમને motivational videos ગમતા હોય તો Sandeep Maheshwari , Dr Vivek Bindra , Sanjay Raval , Him-eesh madaan વગેરે...
આ બધી YouTube channel ના સિવાય પણ ઘણા એવા Mobile Apps પણ છે જે તમને ફ્રી માં Audiobook આપશે ( હિન્દી માં ). હું એમ નથી કહેતો કે તમે બીજી બધી YouTube channel ને મૂકીને આ બધી YouTube channel ને જ subscribe કરો , નહિ હું જે કહું છું તેનો મતલબ આ નથી. પણ તમને આ પ્રકારના પણ videos જોવા જ જોઈએ. જે તમારી પ્રગતિ માટે જરૂરી છે.
● 3 : આજુ બાજુ જુઓ
આ પોઇન્ટ વિશે મેં Him-eesh madaan ના એક વીડિયોમાં સાંભળ્યું હતું. જો તમે Leonardo da Vinci વિશે જાણો તો તમને જાણવા મળશે કે તેઓ પોતાની બધો ઇન્દ્રિયો ને જાગૃત રાખતા હતા. બીજી રીતે કહું તો તે હંમેશા જાગૃત જ રહેતા.
એક પરિસ્થિતિ ને અનેક માણસો અનેક રીતે જુવે છે. તેમના નજરીયા અલગ હોય છે. તો , તેમાં તમારો નજરીયો બેસ્ટ હોવો જોઈએ. નવું ને નવું વિચારતા રહો , હમેશા જાગૃત રહો.
કહેવામાં આવે છે કે એક ફોટો ઘણું બધું કહે છે. એ ફોટાને જુઓ , એ ફોટો તમને શું કહે છે ? ધ્યાનથી જુઓ . એવી જ રીતે તમારી આજુ બાજુની વસ્તુ મેં ધ્યાનથી જુઓ ' observe ' કરો. વિજ્ઞાન આજે અહીંયા સુધી પહોંચું છે તેનું એક માત્ર કારણ છે observe કરવું. તેથી તમે પણ observe કરો અને આ દુનિયાને સારી રીતે સમજો , જાગૃત રહો.
● 4 : શીખવાની ઘટનાઓ શોધો
' કઈક અલગ બનવા માટે તમારે એ કરવું પડશે જે તમે અત્યાર સુધી નથી કર્યું. ' તેથી દરરોજની ખાસ અને અલગ બનાવવા માટે નવું ને નવું ટ્રાઈ કરતા રહો. ક્યારેક એવી વસ્તુ પણ ટ્રાઈ કરો જે તમને આજ સુધી ગમતી નથી. જેમે cooking , writing , washing વગેરે....
તમારે નાની નાની વસ્તુ પણ ટ્રાઈ કરવી જોઈએ. જેમ કે સાવરે ઉડીને પોતાની પથારી સરખી કરવી , દરરોજ સવારે અને રાત્રે જમ્યા બાદ થોડું ચાલવું વગેરે . આ વસ્તુઓ તમને કઈક તો નવું શીખવશે જ સાથો સાથ જીવન જીવવાનો આનંદ પણ આપશે.
યાદ રાખજો કે તમારી પાસે માત્ર એક જ જિંદગી છે અને તમને આ એક જિંદગી માં જ બેસ્ટ બનવાનું છે.
Thank you ....