તમારી આસ પાસ પણ છે AI 📱💻
જય શ્રી કૃષ્ણ મિત્રો , AI (Artificial Intelligence ) એટલેકે કૃત્રિમ બુદ્ધિ . AI વિશે ઘણું બધું જાણવું હજુ બાકી છે . પણ આ વિષયને સમજવું જરૂરિ છે. AI સારા પણ છે અને ખાતરનાક પણ .
શું તમને ખબર છે ? ( પરમાર રોનક દ્વારા રચાયેલ )
Robot અને Avenger: Age of ultron જેવી ફિલ્મસ આપણને એ બાબત સમજાવે છે કે AI સારા અને ખતરનાક પણ હોઈ શકે છે. એવું જરૂરી નથી કે બધા AI , jarvis જ હોય. પણ એવું નથી કે AI એટલે કે ખતરો , પણ શકયતા ultron ની જ છે.
Elon muskના અને Stephen Hawkingના આ વિશે માનવાનું છે કે - AI સિસ્ટમ મનુષ્ય કરતા બહુ વધારે હોશિયાર હશે અને તેમના પાસે બહુ વધારે તાકાત હશે. AI સિસ્ટમને અગર પોતાની બુદ્ધિ આવી ગઈ તો તે મનુષ્ય જતીને મારી નાખશે કે પછી આપણા ઉપર પ્રયોગો કરશે . એવી જ રીતે જેવી રીતે આપણે નાના પ્રાણીઓ ના ઉપર પ્રયોગ કરીએ છીએ.
પણ AI ની શરૂઆત કેવી રીતે થઈ ?
AIની શરૂઆત 1950માં જ થઈ ગઈ હતી , પણ આને મહત્વ 1970માં મળી. જાપાને આ વિષય ઉપર પ્રથમ પગલું મૂક્યું અને 1981માં ' ફિફ્થ જનરેશન ' નામની યોજનાની શરૂઆત કરી. આ યોજનામાં સુપર કમ્યુટરના વિકાસ માટે 10 વર્ષ સુધી કામ કરવાની રૂપરેખા બનાવી. આ યોજના પછી બીજા અન્ય દેશો એ આ વિશે ઉપર ધ્યાન દીધું. બ્રિટન સરકાર આ વાતમાં આગર વધવા માટે એક અલગ પ્રોજેકટ શરૂ કર્યો .
આના પછી1998માં થોડી ખાનગી સંસ્થાઓ મળી ને AIમાં લાગુ થનારી આધુનિક તકનીકો જેમ કે , very large scale integrated સર્કિટ નું વિકાસ કરવા માટે એક સન્ધ 'માઇક્રોઇલેક્ટ્રોનિક્સ & Computer technology ' ની સ્થાપના કરી . 'John mcCarthy' ને 'The founding fathar of AI' માનવામાં આવે છે .
પણ આજ કાલ આપણે ક્યાં AI નો ઉપયોગ કરીએ છીએ તે જાણી લઈએ.
(1) આપણાં મોબાઈલના કીબોડ માં પણ એક AI સિસ્ટમ કામ કરે છે . જે આપણને સમજીને તમે શુ આગળ લખવાના છો તેનો અંદાજો પહેલે જ લગાવી લે છે.
(2) જો આપણે ગૂગલમાં સર્ચ કરતી વખરે કઇ ભૂલ કરી હોય , તો AI તે સરખું કરી લે છે.
(3) siri , alexa , Google assistant , databot વગેરે . આ બધું AI સિસ્ટમથી જ ચાલતા ઉપકરણો છે.
વગેરે...
પણ ઘણી કંપનીઓ AIને સમજવામાં કામ કરે છે. જેમ કે
(1)Tempus, (2)Data robot,(3)Freenome,(4) Grammarly ,(5)Cloudminds,(6)H2O . Ai,(7)Nauto,(8)openAI , (9)sift science, (10)SoundHound વગેરે...
હા , આમાં હજુ એક વિકલ્પ છે, Cyborg.
Elon musk ની કંપની Neuralink વાત ઉપર જ કામ કરે છે.
તો મારા અંદાજન AI ને આપણા કરતા નીચે જ રાખવા જોઈએ. કારણકે AI ભવિષ્યને બદલવાની તાકાત રાખે છે . સારી રીતે અને ખરાબ રીતે પણ.