આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK
Hello , friends. જય શ્રી કૃષ્ણ. મારુ નામ પરમાર રોનક છે અને આપણે ELON MUSK વિશે ની જાણકારીની આપ-લે શરૂ કરીએ તેની પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માગ્યું છું : ' માની લો કે તમારી પાસે 1 કરોડ છે. હવે તમે આ 1 કરોડના અડથા પૈસા એક કમ્પનીમાં અને બાકીના પૈસા બીજી કમ્પનીમાં નાખી દો છો ! ધીરે ધીરે આ પૈસા પુરા થતા જાય છે અને તમે તમારા દોસ્તને ત્યાં રહેવા ચાલ્યા જાવ છો. તમારું તણાવ (tension) વધતું જાય છે. કારણ કે તમારી સામે જ તમારા પૈસા ઉડતા જાય છે અને તમે આને રોકી પણ શકતા નથી. ઉપર થી તમારું તલાક પણ થવાનું છે. તો , હવે તમારી માનસિકતા (mindset) કેવું હશે ? ઉપરથી તમારી પાસે જેટલા પૈસા છે તે પૈસા તમે માત્ર એક જ કમ્પનીમાં નાખી શકો છો અને બીજી કમ્પનીમાં પૈસા નાખી શકતા નથી. તેથી એ બીજી કમ્પની ડૂબી જશે. અને જેમાં તમે પૈસા નાખો છો તેમાં પણ કઈ ગેરેન્ટી નથી કે તે કમ્પની ગ્રો કરશે. તમારી પાસે પૈસા ઓછા છે તો હવે તમે શું કરશો ?? તમારે પૈસા તો નાખવા જ પડશે નકર તે બન્ને કમ્પની ડૂબી જશે અને એ તમે ઇચ્છતા નથી. તો હવે તમે શું કરશો ?? ' આ પ્...