શું શીખવા મળે છે Elon musk થી ?

          જય શ્રી કૃષ્ણ મિત્રો , Elon Musk એક ક્રાંતિકારી ઉદ્યોગપતિ.  Elon Musk ને real life Iron Man પણ કહેવામાં આવે છે ! લગભગ તમે Elon Musk વિશે જાણતા જ હશો. જાન્યુઆરી 09 , 2021 માં તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની ગણતરીમાં સૌથી ઉપર આવી ગયા હતા. પણ તેમના કામ અને તેમના idea થી તેઓ પહેલા જ સૌથી આગળ પહોંચી ગયા હતા. Elon Musk કુલ 6 કંપનીઓ ચલાવે છે : SPACE X , TESLA MOTORS , HYPERLOOP , THE BORING COMPANY , NEURALINK , OPEN A.I. , SOLERCITY . પણ આજે આપણે તેમની કંપનીઓ વિશે વાત કરવાના નથી. આપણે આજે Elon Musk થી શીખવા મળતી વસ્તુઓ વિશે વાત કરીશું. જેથી તમે પણ Elon Musk  ની રીતે વિચારીને problem ના નવા solution નીકળી શકો. 

શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ )


● 5 જિજ્ઞાસા : 

     Elon Musk ને જ નહીં , પણ એના જેવા લોકો ને નવું નવું જાણવું અને પોતાને આગળ વધારતું રહેવું ગમેં છે.  ભલે આપણે વાત કરીએ Bill gets ની , Leonardo da Vinci ની , Steve Jobs ની કે પછી Albert Einstein ની. આ બધા લોકો કોઈ એક વસ્તુને પકડીને વધારે સમય રહેતા નથી. તેઓ હંમેશા નવું ને નવું શીખતાં રહે છે. ઘણા લોકો પ્રશ્નો પૂછવામાં ડરે છે , પણ તેઓ જાણતા નથી કે પ્રશ્ન પૂછવા બહુ સારો ગુણ છે. 

          Tesla Motors માં કામ કરતો એક કર્મચારી જ્યારે પોતાનું કામ સારી રીતે કરતો હતો , ત્યારે Elon તેની પાસે આવ્યો અને તેમને તેમના કામ વિશે ઘણા પ્રશ્નો પૂછવા લાગ્યો. પહેલાતો એ કર્મચારીને લાગ્યું કે Elon તેનું ટેસ્ટ લે છે પણ પછી તેને જાણ થઈ કે Elon તેની પાસેથી શીખે છે. 

          તેથી માત્ર તમારા જ શેત્ર વિશે નહીં પણ બીજા શેત્રો વિશે પણ જાણો અને નવું શીખો.


 ● 4 જોડાણ : 

       હોશિયાર લોકો માં આ આવડત હોય છે કે , તેઓ બે અલગ વસ્તુને અથવા વિષયોને જોડી શકે છે. જેમ કે , આલ્બર્ટ આઇન્સ્ટેઈને  વિજ્ઞાન અને પોતાની કલ્પના શક્તિ ને એક કરી , તેવી જ રીતે STEVE JOBS એ Apple (કંપની) માં ટેકનોલોજી અને calligraphy (કેલેગ્રાફી) ને એક કરી. આવી રીતે Elon Musk એ Electric car ને એક મસ્ત ડિઝાઇમ આપ્યું. 

        અહીંયા આપણે એક ઉદાહરણ Marvel Universe ના એક કાલ્પનિક અને મને ગમતા કૅરૅક્ટર , TONY STARK થી લેશું. IRON MAN 3 માં TONY એવું suit (કવચ) બનાવવા માંગતો હતો કે જે તેના બોલાવવાથી પોતાની પાસે આવી જાય. અને મૂવી ની શરૂઆતમાં એ સફળ પણ રહ્યો હતો. પણ શું તમને ખબર છે ? કે TONY ને એ idea THOR ના હથોડા માંથી મળ્યો છે ! AVENGERS મૂવી માં TONY એ જોયું કે જ્યારે પણ THOR પોતાનો હથોડો પોતાની પાસે બોલાવે , તો તે હથોડો તેની પાસે જરૂર આવે છે. આના પછી TONY પણ એવા કવચમાં કામ કરવા લાગ્યો કે જે પોતાના બોલાવવાથી પોતાની પાસે આવે.

       Tesla ની પહેલા મોટા ભાગની Electric car બહુ બોરિંગ આવતી હતી. પણ Elon એ આજે Electric car ની પરિભાસા જ બદલી નાખી. સાથો સાથ એ Electric car માં Elon એ A.I. સિસ્ટમ પણ નાખ્યું જેથી એ કાર વધુ બધી કારથી અલગ ચડી આવે. 

       તેથી , એ વાત યાદ રાખજો કે ' બધી વસ્તુ એક બીજાથી જોડાયેલી છે. ' બસ તમારે એ જોડાણને ગોતિને કઈક નવું બનાવવાનું છે.

● 3 પુસ્તકો વાંચવી : 

      આ એક એવી વાત છે જે તમને દરેક મહાન વ્યક્તિ સલાહ કરશે કે - તમે પુસ્તકો જરૂર વાંચો.   

       આ ખરેખર સાચી સલાહ છે પણ તમને આ વાત ત્યાર સુધી સમજાશે નહિ જ્યાર સુધી તમે ખરેખરમાં પુસ્તકો વાંચવાનું શરૂ ન કરો. તમે એક પુસ્તક વાંચવાનું શરૂ તો કરો. તમે બીજી બધી વાતો આફેટી સમજાતી જશે. પુસ્તકોથી ઘણા ફાયદા થાય છે અને તમને પુસ્તકો જરૂર વાંચવી જોઈએ. 

      પુસ્તકો વિશે વધુ જાણવા માટે મારો બીજો બ્લોગ - નવું શીખવું - જરૂર જોશો.

● 2 સખત મહેનત કરવી :

      Elon Musk એક દિવસમાં લગભગ 12 કલાક અને આખા અઠવાડિયામાં 100 કલાક કામ કરે છે. અને તે પોતાની સાથે કામ કરતા લોકો થી પણ આ જ ઈચ્છે છે. 

     " work like hell " નો અર્થ છે કે સખત મહેનત કરો પણ હાર ન માનો . પણ એ મહેનત સચ્ચા રસ્તે થવી જોઈએ. એના વિના તમારું કામ કઈ મહત્વનું રહેશે નહીં. Elon એક અઠવાડિયામાં ઘણો પ્રવાસ કરે છે. કારણ કે TESLA નો હેડક્વાર્ટર અને SPACE X નું હેડક્વાર્ટર અલગ અલગ જગ્યાએ સ્થિત છે. તેથી Elon ને બન્ને જગ્યાએ પોતાની હાજરી રાખવા માટે ઘણો પ્રવાસ કરવો પડે છે. Elon ક્યારેક TESLA ની ફેક્ટરીની અંદર સોફની ઉપર જ સુઈ જાય છે , કારણ કે તેઓ એટલું કામ કરે છે કે તેઓ થાકીને ત્યાં જ સુઈ જાય છે. બીજું કે ફરી ઉડીને જોઈ શકે કે ફેક્ટરીની મશીન બરાબર ચલે છે કે કેમ ? 

● 1 હાર ન માનવી :

     જયારે SPACE X નું નિર્માણ થયું ન હતું ત્યારે Elon રશિયા ગયો હતો રોકેટ લેવા. ત્યારે તેના એક મિત્રએ Elon ને ઘણા એવા ફોટાઓ અને વિડિઓ દેખાડ્યા જેમાં રોકેટ તૂટીને પડતા હોય છે. આ ઘટના ના ઘણા વર્ષ બાદ જ્યારે Elon ના એક interview માં પૂછવામાં આવ્યું કે - શું તમને ખરેખર માં લાગ્યું હતું કે SPACE X  સફળ થશે ? ત્યારે Elon એ કહ્યું - મને તો લાગતું હતું કે

 SPACE X અસફળ જ થશે. પછી પાછું Elon ને પૂછવામાં આવ્યું કે - તો તમે શા માટે એ કામ કર્યું ? તો જવાબ માં Elon એ કહ્યું - મારે બસ એક ટ્રાઈ કરવી હતી. હું કેડી હાર માનતો નથી.

         તેથી જો કોઈ પણ પરિષ્ટિથી માં તમને લાગે કે , બસ હવે હાર માનવી જ પડજે. તો પણ કોશિશ જારી રાખો અને હાર ન માનો. 

મને Follow કરતા ભૂલતા નહિ. ( એ ત્રણ લાઇન ઉપર ક્લિક કરો અને મને Follow કરો. ) હું આવી જ વિજ્ઞાન અને Self-Help ની વાતો લેતો આવીશ. 

Thank you ....

 ------------------------------------------------------


આના સિવાય જો તમને એક ગજબ ની science fiction book વાંચવી હોય તો તે હાજર છે '  Matrubharti ' App માં. તમે આ બુક ને ફ્રીમાં શકો છો. આ બુક નું નામ છે ' નેગ્યું નો માણસ '. જે એક time travel સ્ટોરી છે.  

               પ્રિન્સ પટેલ પૃથ્વીના પેરેલલ દુનિયા ની પૃથ્વી નેગ્યું માં રહે છે . ત્યાં તેને તેના દાદાએ બનાવેલી સમય યાત્રાની ઘડિયાળ મળે છે . તેના દાદા ભૂતકાળ માં થયેલી એક ભૂલને કારણે તે ઘડિયાળ બનાવી હતી . પણ કંઈક કારણ ને લીધે તે તે ભૂલને બદલી ન શક્યો . જ્યારે પ્રિન્સ ને તે ઘડિયાળ મળે છે ત્યારે તે તેના દાદાએ કરેલી ભૂલને બદલે છે . પણ તે એક મુશ્કેલીમાં ફસાઈ જાય છે . કે તેનું વર્તમાન એકદમ બદલાઈ ગયું છે અને આ વર્તમાન એકદમ ખરાબ છે તો હવે પ્રિન્સ શું કરશે ? શુ તે હવે હાર માની જશે કે ફરી એક વાર ઘડિયાળ બનાવશે ? ? ? ? ?

            આ સ્ટોરી ને બહુ સારું response મળ્યું છે. તેથી તમે આ બૂકને જરૂર વાંચો. ( નેગ્યું નો માણસ 👈 અહીં ક્લિક કરો અને વાંચો એક અમેઝિંગ બુક by પરમાર રોનક )  


-----------------------------------------------------

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK

પ્રશ્નો પૂછો અને genius બનો.